ઉદ્ધવ સરકારના નાક નીચે મુંબઈમાં ઊભો થયો બીજો `શાહીન બાગ`. JNUનો પૂર્વ વિદ્યાર્થી ખાલિદ પણ પહોંચ્યો
Shaheen Bagh Anti CAA Protest in Mumbai: ખાલિદે કહ્યું કે શાહીન બાગ દિલ્હીના એક વિસ્તારનું નામ નથી પરંતુ શાહીન બાગ ભારતના દરેક ખૂણામાં છે. તમે જેટલા શાહીન બાગ ઉજાડશો એટલા દરેક ગલી મહોલ્લામાં એક શાહીન બાગ ઊભું થઈ રહ્યું છે.
મુંબઈ: દેશની આર્થિક રાજધાની મુંબઈ (Mumbai) ના નાગપાડા (Nagpada) માં દિલ્હીના શાહીન બાગ (Shaheen Bagh) ની જેમ જ એનઆરસી (NRC) અને સીએએ (CAA) વિરુદ્ધ વિરોધ પ્રદર્શન શરૂ થઈ ગયું છે. સોમવારે જેએનયુનો પૂર્વ વિદ્યાર્થી ઉમર ખાલિદ પણ ત્યાં પહોંચ્યો. ખાલિદે કહ્યું કે અમે દેશના નાગરિક હતા, છીએ અને રહીશું. જો દેશની અંદર કોઈ તોફાન ભડકાવે, દેશની અંદર તોફાનો રોકે નહીં તો તે લોકોની જગ્યા સંસદ નથી, તેમની જગ્યા મુખ્યમંત્રી કે વડાપ્રધાનની ગાદી નથી પરંતુ જેલ છે.
ખાલિદે કહ્યું કે શાહીન બાગ દિલ્હીના એક વિસ્તારનું નામ નથી પરંતુ શાહીન બાગ ભારતના દરેક ખૂણામાં છે. તમે જેટલા શાહીન બાગ ઉજાડશો એટલા દરેક ગલી મહોલ્લામાં એક શાહીન બાગ ઊભું થઈ રહ્યું છે. જીત અમારી થશે. પૂર્વ જેએનયુ વિદ્યાર્થીએ કહ્યું કે પહેલા સીએએ જશે, પછી એનઆરસી જશે અને પછી એનપીઆર જશે. અમે આ દેશને છોડીને જઈશું નહીં. નફરતની વિચારધારા આ દેશને છોડીને જશે.
આ VIDEO પણ ખાસ જુઓ...
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube